ચાલો ગુજરાતના પ્રવાસે
(Gujarati Edition)
(Kindle Edition)

3 products added to cart in last 30 minutes
MRP: ₹177.00 Checkout @ Amazon Last Updated: 15-Aug-2018 01:06:28 am
✅ Lowest price available on Amazon

Related Categories

ગુજરાત એટલે ભારત દેશનું એક રાજ્ય. ભગવાને ગુજરાતને ઘણી વૈવિધ્યસભર કુદરતી જગ્યાઓની ભેટ આપી છે. ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, નદીઓ, ધોધ, જંગલો એમ ઘણું બધું કુદરતી સૌન્દર્ય ગુજરાતમાં છે. આ ઉપરાંત ગુજરાતની ખમીરવંતી પ્રજાએ પણ અહીં ઘણું સર્જન કર્યું છે. આ બધું જોવું જાણવું હોય તો ગુજરાતના પ્રવાસે નીકળવું જ પડે.

ગુજરાતની જોવાલાયક જગ્યાઓની થોડી વાત કરીએ. શિવજીનાં બાર જ્યોતિર્લીંગોમાંનું પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથમાં છે. દુનિયાના ઉંચા બંધોમાંનો એક એવો નર્મદા બંધ ગુજરાતમાં રાજપીપળા પાસે છે. ગુજરાતની સીલીકોન વેલી સમુ ઇન્ફોસિટી ગાંધીનગરમાં છે. જગપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દ્વારકામાં અને રણછોડજીનું મંદિર ડાકોરમાં છે. ડાંગનાં જંગલો અને પૂર્ણા, અંબિકા વગેરે નદીઓ હિમાલયના પ્રદેશોની યાદ અપાવી જાય છે. જમજીર, હાથણીમાતા, જરવાણી અને ઝાંઝરી જેવા ધોધ જોવા હજારો લોકો આવે છે. મોઢેરા, કલેશ્રી, પોળોનાં મંદિરો, બાવકા, ગળતેશ્વર વગેરેનું પ્રાચીન સ્થાપત્ય અને કલા જોવાલાયક છે. અંબાજી, બહુચરાજી, શંખેશ્વર, પાલીતાણા, વડતાલ, ઉમિયા માતા, આશાપુરા એમ જગવિખ્યાત ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે. પાટણનાં પટોળાં અને કચ્છી કળાઓ દુનિયાભરમાં જાણીતાં છે. નવરાત્રિના ગરબા એ ગુજરાતની ખાસ વિશિષ્ટતા છે, અને ખાવાનું વૈવિધ્ય પણ ગુજરાતનું જ. રાજકોટના પેંડા, ખાવડાની મીઠાઈઓ, વડોદરાની ભાખરવડી, સુરતી પોંક, ભરૂચની સીંગ આ બધું તમને ગુજરાતમાં જ મળે. તમે જુઓ કે ગુજરાતમાં માણવા જેવું કેટલું બધું છે !

આ બધું ધ્યાનમાં રાખીને ગુજરાતનાં સ્થળોની ઓળખ આપવા માટે આ પુસ્તક લખ્યું છે. ગુજરાતમાં જોવા જેવાં હોય એવાં બધાં સ્થળોની અહીં માહિતી આપી છે. એ સ્થળો ક્યાં આવેલાં છે, ત્યાં કેવી રીતે જવાય, જવા માટે વાહન મળે કે નહિ, ગાડી છેક સુધી જાય કે નહિ, તે સ્થળે શું જોવા જેવું છે, ત્યાં ખાવાપીવા રહેવાની સગવડ મળે છે કે નહિ, કયા સમયે ત્યાં જવું જોઈએ - આ પ્રકારની માહિતી ટૂંકાણમાં અને સાદી હળવી ભાષામાં આપી છે. પુસ્તક નીરસ બનવાને બદલે ઇંતેજારી જગાવે તથા તે સ્થળે ફરવા જવાનું મન થઇ જાય એવી ભાષામાં લખ્યું છે. મોટા ભાગના સ્થળોની તસ્વીરો પણ સાથે આપી છે. આશા છે કે આપને આ પુસ્તક વાંચવાનું ગમશે.

Authorપ્રવીણ શાહ
BindingKindle Edition
FormatKindle eBook
LanguageGujarati
Language TypePublished
Number Of Pages520
Product GroupeBooks
Publication Date2017-06-13
Release Date2017-06-13
Sales Rank68970

Bestsellers in Travel

Trending Products at this Moment

General information about ચાલો ગુજરાતના પ્રવાસે (Gujarati Edition) Success